બજાર પ્રધાન તંત્રમાં શિક્ષણ અને રોજગાર માટે મથતાં યુવાનો સામેના પડકારને સમજવા “યુવા ખડા બાજારમેં” વિષય પર આ વર્ષે શિબિર રાખ્યો છે. શિબિરમાં અમે વિવિધ વિષયોની છણાવટ સાથે, ચર્ચાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમતગમત વગેરે પ્રવૃતિઓ યોજાશે. આપની સંસ્થામાંથી રસ ધરાવતા મિત્રો યુવા શિબિરમાં જોડાય તો અમને ગમશે.
ગુજરાત સર્વોદય મંડળ, પર્યાવરણ સુરક્ષા સમિતિ, જતન અને અન્ય મિત્રો મળીને છેલ્લાં સાત વર્ષોથી વિવિધ વિષય પર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં યુવા શિબિરનું આયોજન કરીએ છીએ. મુનિ સેવા આશ્રમ – ગોરજ આ વર્ષની શિબિરના યજમાન છે. આજ ક્રમમાં અમે આ શિબિર યોજી છે. (આગાઉની શિબિરની વિગત નીચેના બ્રોશરમાં છે.)
યુવા મિત્રોને નવું જાણવા સમજવા અને જીવવા મળે. મિત્રો પાસેથી અમને પણ ઘણું નવું શીખવા મળે તેવી અમારી આશા છે.
વધુ વિગતો આ સાથે જોડેલાં પરિપત્રમાં છે. અમને આશા છે કે આ પરિપત્ર આપની સંસ્થામાં રસ ધરાવતા વિદ્યાર્થી મિત્રો સુધી પહોચે તે રીતની વ્યવસ્થા કરો.
આ ઉપરાંત આપને ફોર્મની કોપી અને ઓનલાઇન ફોર્મની લિંક મોકલીએ છીએ.
ઓનલાઈન ફોર્મની લિંક :
Contact Persons: જીગર અને કૃતિ
જીગર 8866562566
કૃતી 9429272008
નોંધ:
૧. સાથે જોડેલાં ફોર્મની આપ જરૂરી નકલ કરાવી શકો છો.
૨. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે.
3. ભાગ લેનારા મિત્રોને સર્ટીફીકેટ આપવામાં આવશે.
૪. વધુ વિગત માટે ફોન કરી શકો છો.
No comments:
Post a Comment